Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયા નજીક કામદારો સાથે જઈ રહેલા ટ્રેક્ટરની પલટી: દસને ઇજા

ખંભાળિયા નજીક કામદારો સાથે જઈ રહેલા ટ્રેક્ટરની પલટી: દસને ઇજા

- Advertisement -
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર આજરોજ સવારે શ્રમિકો સાથે જઈ રહેલું એક ટ્રેક્ટર એકાએક પલટી જતા આ ટ્રેકટરમાં સવાર 10 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી.
ખંભાળિયાથી આશરે વિશેક કિલોમીટર દૂર સામોર ગામ તરફ જતા રસ્તે દ્વારકા તરફથી નીકળેલું એક ટોલી સાથેનું એક ટ્રેક્ટર આજરોજ સવારે આશરે સાડા આઠ વાગ્યે કોઈ કારણોસર પલટી ખાઈ ગયું હતું. જેના કારણે આ ટ્રેકટરમાં જઈ રહેલા એક કોન્ટ્રાક્ટર કામના દસ જેટલા શ્રમિકોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. અકસ્માત અંગે ઈમરજન્સી 108 ને જાણ કરાતા 108ના પાયલટ અક્ષય ચૌહાણ તથા ઈ.એમ.ટી. દોલતભાઈ પરમાર તાકીદે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘવાયેલાઓને તાકીદે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદ્દભાગ્યે મોટી જાનહાની થતાં અટકી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular