જૈન સંત પારસમુનિ મહારાજ સાહેબ દ્વારા સદાવ્રત શરૂ કરવા જઈ રહ્યા હોય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાલાવડ શહેરમાં આવેલ જૈન ઉપાશ્રય થી શીતળા માતા ના મંદિર સુધી ભવ્ય સરઘસ યોજાયું હતું જેમાં મુંબઈ,રાજકોટ,અહમદાવાદ, ગોંડલ સહિત ના અનેક ગામના જૈન સંઘ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાલાવડમાં જૈન સમાજ દ્રારા સંચાલિત અન્નક્ષેત્રનો આવતીકાલથી પ્રારંભ થશે.આજે જૈન સમાજના સાધુ પારસમુનિ દ્રારા આ અન્નક્ષેત્રને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું,આ અન્નક્ષેત્ર જામનગર હાઇ વે પર શિતલા માતાજીના મંદિર નજીક શરૂ કરવામાં આવ્યું છે અને આ અન્નક્ષેત્રના નિર્માણ માટે કાલાવડ વણિક જૈન સંઘ અને કાલાવડ નગરપાલિકાએ સહયોગ આપ્યો છે. આગામી દિવસોમાં મેડિકલ સાધનો પણ આપવામાં આવશે. વહીલચેર,સ્ટેચર,વોકર સહિત ના સાધનો ની પણ સેવા કરવામાં આવશે.જૈન સંત પારસમુની મહારાજે શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા અને કાલાવડ નગરપાલિકા નો આભાર માન્યો હતો. આ કાર્યકમમાં મોટી સંખ્યામાં જૈન સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા.