આજ રોજ મહાશિવરાત્રીનાં શુભ દિને રાજ્ય સરકાર દ્વારા ચણા ખરીદીનો શુભ આરંભ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ કાલાવડ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે થયો
જેમાં તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, જિલ્લા યુવા ભાજપનાં પ્રમુખ ભૂમિતભાઈ ડોબરીયા, તાલુકા ભાજપ મહામંત્રી છગનભાઈ, તાલુકા કિશાન મોરચા પ્રમુખ અંબાલાલસિંહ જાડેજા, જિલ્લા કિશાન મોરચાના વીરભદ્રસિંહ, જિલ્લા વેપાર સેલનાં સંયોજક વલ્લભભાઈ વાગડિયા, જિલ્લા બેંકનાં વાઇસ ચેરમેન રાજુભાઈ વાદી, યુવા આગેવાન જયેશભાઈ વાઘાણી, જયંતીભાઈ પાનસુરીયા, માર્કેટિંગ યાર્ડના ડાયરેકટર મનસુખભાઇ વાદી અને નિગમના અધિકારીઓ અને તેમની ટીમ તેમજ અન્ય કાર્યકરો હાજર રહી શુભારંભ કરવામાં આવ્યો હતો