જામનગર શહેરના મોરકંડા રોડ પર આવેલા રબાની પાર્ક વિસ્તારમાં રહેતા શખ્સના મકાનની પોલીસે તલાસી લેતા તેમાંથી રૂા.11000 ની કિંમતની 22 બોટલ દારૂ અને 400 ની કિંમતના ચાર બીયરના ટીન મળી આવતા શખ્સની ધરપકડ કરી પૂછપછર હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના મોરકંડા રોડ પર આવેલા રબાની પાર્ક શેરી નં.7 માં રહેતા મકબુલ મેરુ થૈયમ નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઇ બી.એસ. વાળા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.11,000 ની 22 બોટલ અને 400 ની કિંમતના બીયરના 4 ટીન મળી કુલ રૂા.11,400 નો મુદ્દામાલ મળી આવતા કબ્જે મકબુલની પૂછપરછ હાથ ધરતા દારૂના જથ્થામાં જયકીશન રાઠોડ ઉર્ફે જેકી કોળીની સંડોવણી ખુલતા બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


