માર્ગ અકસ્માતમાં જે લોકોના મૃત્યુ થાય છે તેમના પરિજનોને સહાય માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ‘હિટ એન્ડ રન’ કેસમાં જે લોકોનું મૃત્યુ થાય છે તેમના નજીકના સંબંધીઓને આપવામાં આવતું વળતર 1 એપ્રિલથી આઠ ગણું વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી રહ્યું છે. આ માહિતી રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય (MoRTH)ની સૂચનામાં આપવામાં આવી છે. આ મુજબ, આવા કિસ્સાઓમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને વળતરની રકમ પણ 12,500 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી છે.
મંત્રાલયે કહ્યું છે કે આ યોજનાનું નામ ‘હિટ એન્ડ રન મોટર એક્સિડન્ટ સ્કીમ, 2022ના પીડિતોને વળતર’ હશે અને તે 1 એપ્રિલ, 2022થી લાગુ થશે. એક અખબારી યાદી અનુસાર, મંત્રાલયે રવિવારે કહ્યું કે હિટ એન્ડ રન અકસ્માતના પીડિતોને વળતર માટેનું નોટિફિકેશન 25 ફેબ્રુઆરી, 2022ના રોજ જારી કરવામાં આવ્યું છે, જેમાં વળતરની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે જે અકસ્માતમાં વાહન ચાલક રસ્તા પર ચાલતા વ્યક્તિને ટક્કર મારીને ભાગી જાય તેને હિટ એન્ડ રન કહેવામાં આવશે.
આ રકમ ગંભીર રીતે ઘાયલોને વધારીને 50,000 રૂપિયા અને મોતના મામલામાં હાલમાં 25,000 રૂપિયાથી વધારીને 2,00,000 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે.