Monday, December 23, 2024
Homeરાજ્યહાલારલાલપુરના ખેંગારપૂરના પાટિયા પાસે પાસેથી બાઈક ચોરી કરી શખ્સ ફરાર

લાલપુરના ખેંગારપૂરના પાટિયા પાસે પાસેથી બાઈક ચોરી કરી શખ્સ ફરાર

- Advertisement -

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ખેંગારપૂરના પાટિયા પાસે હોટેલની બહાર બાઈક પાર્ક કરીને રાખ્યું હોય કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને નાશી છુટ્યો છે. ચોરીની આ ઘટના અંગે યુવકે લાલપુર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

મૂળ મધ્યપ્રદેશના અને હાલ લાલપુર તાલુકામાં ગલ્લાગામમાં રહેતા અને ખેત મજુરી કરતા પીન્ટુભાઈ દોબલીયાભાઈ ભુરીયાએ લાલપુર તાલુકાના ખેંગારપૂરના પાટિયા પાસે હોટેલની બહાર પોતાનું હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઈક જેના નંબર જીજે-10-એઆર-5139 પાર્ક કરીને રાખ્યું હતું જે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને નાશી છુટ્યો હતો. આ અંગે પીન્ટુભાઈએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular