કાલાવડ તાલુકાના શનાળા ગામના પાટીયા નજીક પૂરઝડપે આવતા ઇકો ગાડીના ચાલકે બાઈકને ઠોકરે લેતા અકસ્માતમાં બાઈકના ચાલક તથા બીકમાં સવાર તેમના પત્નીને ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના શનાળા ગામના પાટિયા પાસે શનિવારે સવારના અરસામાં ઇકો ગાડીના ચાલકે તેની ઇકો ગાડી પુરઝડપે બેફીકરાઇ થી ચલાવી સામેથી આવતા જીજે-5-ડી-9120 નંબરની મોટર સાયકલને ઠોકર મારી હડફેટે લેતા બાઈક ચાલક ભીખાભાઈ વાલાભાઈ રાઠોડને ઈજા પહોચાડી હતી. તેમજ આ અકસ્માતમાં બાઈક ચાલકના પત્નીને પણ હાથમાં ઈજા પહોચી હતી. બનાવની બાઈકચાલક ભીખાભાઈ દ્વારા જાણ કરાતા હેકો. વી.પી.જાડેજા તથા સ્ટાફે ઇકો ગાડીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.