રાજયમાં કોંગ્રેસની ડામાડોળ નાવને પાર લગાવવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ભગવાન દ્વારકાધિશના શરણે પહોંચી ગયા હતા. જગત મંદિર પર ધ્વજારોહણ કરી તેમણે કદાચ રાજય સહિત દેશભરમાં કોંગ્રેસના ઉધ્ધાર માટે પ્રાર્થના કરી હશે.
રાજયમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી રાજયમાં કોંગ્રેસની સ્થિતિની સમીક્ષા માટે દ્વારકામાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા યોજાઇ રહેલી ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રિય અધ્યક્ષ રાહુલ ગાંધી આવી પહોંચ્યા હતા. આજે સવારે જામનગર એરપોર્ટ પર તેમનું આગમન થયું હતું. ત્યારે ધારાસભ્ય વિક્રમ માડમ, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના આગેવાનોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યુ હતું.
તેમજ તેમને ભગવાન દ્વારકાધિશની છબી અર્પણ કરી હતી. દ્વારકામાં રપ થી 37 ફેબ્રુઆરી સુધી યોજાઇ રહેલી પ્રદેશ સ્તરની આ ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને સંબોધન કરશે. દ્વારકા સહિતના વિસ્તારોમાં મૂછિર્ત અવસ્થામાં રહેલી કોંગ્રેસને આગામી ચૂંટણી પહેલાં ફરી જોબવંતી બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે.