Tuesday, December 24, 2024
Homeઆંતરરાષ્ટ્રીયવિશ્વનું સૌથી લાંબુ નામ ધરાવતું આ ગામ, 58 અક્ષરો, અર્થ પણ વિચિત્ર

વિશ્વનું સૌથી લાંબુ નામ ધરાવતું આ ગામ, 58 અક્ષરો, અર્થ પણ વિચિત્ર

- Advertisement -

દેશ વિદેશના વિચિત્ર ગામના નામ તમે સાંભળ્યા જ હશે. પરંતુ એક એવું ગામ છે જેનું નામ છે 58 અક્ષરનું. જે વિશ્વનું સૌથી લાંબુ નામ ધરાવતું ગામ છે. આ ગામ બ્રિટનમાં આવેલું છે. ગામનું નામ જાણીને એવું લાગશે કે જાણે આખું વાકય લખ્યું હોય.

- Advertisement -

બ્રિટનમાં વેલ્સના કાંઠે એંગ્લિસ તરીકે ઓળખાતા સ્થળમાં આ ગામ આવેલું છે. જેનું નામ છે. લાન ફેર પૂલ ગુઇન ગિલ ગો ગેર યૂ કવીરન ડ્રોબવેલ લાન્ટી સિલિ યો ગોગો ગોચ (llan fairpwll, gwyngyllgogerychwyrndrobwllllantysiliogogogoch)  આ ૫૮ અક્ષરો વાળા આ ગામનો કોઇ અર્થ નથી. વેલ્સ ભાષામાં આનો અર્થ તેજ પ્રવાહ પાસે સફેદ નગરની ઘાટી નજીક સેંટ મેરીનું ચર્ચ અને લાલા ગુફાવાળા સેન્ટસૂલિયોનું ગિરજાઘર એવો થાય છે.

આ ગામનું નામ પહેલા તો ટૂંકું હતું પરંતુ ઇસ ૧૮૫૦માં પ્રવાસીઓને આકર્ષવા માટે આટલું લાંબુ નામ રખાયેલુ હતું. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ અહીની વસ્તી પણ માત્ર 3100 હતી. આ ગામના રેલવે સ્ટેશનનું નામ પણ દુનિયામાં સૌથી મોટું છે. અને અહીં ફરવા આવતા લોકો પણ નામ યાદ રાખી શકતા નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular