Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરક્રિકેટ ક્ષેત્રે જામનગરની વધુ એક સિદ્ધિ

ક્રિકેટ ક્ષેત્રે જામનગરની વધુ એક સિદ્ધિ

જય હિન્દ ટ્રોફી માટે રૂરલ ડીસ્ટ્રીકટ ક્રિકેટ વેલ્ફેર એસોશીએશન જામનગર ટીમને માન્યતા

- Advertisement -

જામનગર શહેરને ક્રિકેટનું મક્કા ગણવામાં આવે છે.જામનગર શહેરે ક્રિકેટ ક્ષેત્રે અનેક ક્રિકેટરો દેશને આપ્યા છે. જેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જામનગરનું નામ રોશન કર્યું છે. ત્યારે ક્રિકેટ ક્ષેત્રે જામનગરને વધુ એક ગૌરવ પ્રાપ્ત થયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીએશન દ્વારા “ જય હિન્દ ટ્રોફી” માટે જામનગરની વધુ એક ટીમ ને માન્યતા આપી છે. જામનગર રૂરલ ટીમને માન્યતા મળતા જામનગરના યુવા ક્રિકેટરોને તેમની પ્રતિભા દર્શાવવા વધુ તકો મળશે. આ અંગે ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદ માં જામનગર ગ્રામ્ય ટીમ એસોસીએશનના હોદ્દેદારોએ માહિતી આપી હતી.

- Advertisement -

જામનગર શહેરમાંથી જામ રણજીતસિંહ, વીનું માંકડ, અજય જાડેજા, રવીન્દ્ર જાડેજા સહિતના અનેક ક્રિકેટરોએ વિશ્વકક્ષા એ જામનગર નું નામ રોશન કર્યું છે. રણજી ટ્રોફી જેવી મહત્વની ટુર્નામેન્ટો પણ જામનગરના ખેલાડીના નામે રમાય છે જે જામનગર માટે ગૌરવની વાત છે ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીએશન દ્વારા જામનગર રૂરલની ટીમને માન્યતા આપતા ક્રિકેટ ક્ષેત્રે જામનગરના ગૌરવ માં વધારો થયો છે.

- Advertisement -

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા માન્યતા આપાયેલ ટીમ “રૂરલ ડીસ્ટ્રીકટ ક્રિકેટ વેલ્ફેર એસોશીએશન જામનગરના નેજા હેઠળ જય હિન્દ ટ્રોફીમાં રમશે. આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાલમાં 125 જેટલા બાળકો યુંઅવાનો ક્રિકેટની પ્રેકટીશ કરી રહ્યા છે. જેમાંથી ટીમની પસંદગી થાશે. જય હિન્દ ટ્રોફી માં 3 દિવસની ટુર્નામેન્ટ હોય છે. જેમાં ૧૬ થી ૧૭ જેટલી ટીમો ભાગ લેતી હોય છે. આ પત્રકાર પરિષદમાં રૂરલ ડીસ્ટ્રીકટ ક્રિકેટ વેલ્ફેર એસોશીએશન જામનગરના પ્રમુખ હિતેષ ભટ્ટ, ઉપપ્રમુખ આશિષ પુંજાણી, સેક્રેટરી દેવેન પટેલ, ટ્રેઝરર જયપાલસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રવિવારે ટીમની પસંદગી થશે

- Advertisement -

જામનગર રૂરલ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન તરફથી જય હિંદ ટ્રોફી માટે ટીમના સીલેકશન માટે જામનગર રૂરલ ના ક્રિકેટરોને આવકારે છે . જે માટે તા27 ના સવારે ૯ કલાકે અજીતસિંહજી પેવેલીયન ( ક્રિકેટ બંગલા ) ખાતે સિલેકશન પ્રક્રિયા રાખવામાં આવી છે. આથી ભાગ લેવા ઈચ્છતા ક્રિકેટરોએ સમયસર આધારકાર્ડ તથા જન્મ તારીખ ના દાખલા સાથે હાજર રહેવા એસોસીએશન ના પ્રમુખ હિતેષભાઈ ની યાદી માં જણાવવામાં આવ્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular