યુક્રેન ઉપર રશિયાએ કરેલા આક્રમણને કારણે ભારે તંગદીલી સર્જાઈ છે. જેને પરિણામે યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા જામનગર સહીત ગુજરાતના વિદ્યાર્થીઓના વાલીઓના જીવ અદ્ધર થઇ ગયા છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે જેને લઇને ગુજરાત રાજ્યની ચિંતામાં વધારો થયો છે. રાજ્યના જામનગર સહિતના વિદ્યાર્થીઓ હાલ યુક્રેનમાં અભ્યાસ કરી રહ્યા છે. જેમાં જામનગરના ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જામનગર ના ત્રણ વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં ફસાયા હોવાની વિદ્યાર્થીઓના વાલી દ્વારા તંત્ર ને જન કરવામાં આવતા તંત્ર દ્વારા આ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. તેમજ સરકાર દ્વારા પણ આ અંગે કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યા છે.
યુક્રેન-રશિયા યુદ્ધની સ્થિતિને લઈ જામનગર જિલ્લાના 3 વિદ્યાર્થીઓ યુક્રેન ખાતે હોવાની જામનગર જિલ્લા કંટ્રોલ રૂમને માહિતી મળી છે .જેમાં હંમેશ ચેતનકુમાર નિમ્બાર્ક, સરડવા કવનકુમાર તથા સાકેતા વેદુલા નામના ત્રણ વિદ્યાર્થીઓ હોવાનું જણાવાયું છે. તેમજ આ ત્રણેય નાગરિકો યુક્રેન ખાતે અભ્યાસ કરે છે અને હાલ ત્યાં યુદ્ધની સ્થિતિને કારણે ફસાયેલા છે. જેમને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સકુશળ પરત લાવવાના પ્રયાસ રૂપે તેમની માહિતી સરકારમાં મોકલવામાં આવી છે. ઉપરોક્ત વિદ્યાર્થીઓ સાથે કંટ્રોલરૂમથી ટેલિફોનિક વાતચીત કરી તેમની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી તેમજ આ વિદ્યાર્થીઓ યુક્રેનમાં સુરક્ષિત હોવાનું તેઓએ જણાવ્યું છે.