જામજોધપુર ગામમાં બાલવા ફાટકથી ધ્રાફા તરફ જવાના માર્ગ પર જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.3830 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
મળતી વિગત મુજબ, જામજોધપુરમાં બાલવા ફાટકથી ધ્રાફા તરફ જવાના માર્ગ પર ખુલ્લા પ્લોટમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા રામસીંગ પ્રેમજી પરમાર, વનરાજ કાના માંગરોડિયા, જલા વજુ રાજગર, લાલ ગોગન પરમાર નામના ચાર શખ્સોને રૂા.3830 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.