Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતવિદ્યાર્થીઓનું શિક્ષણ અટકે નહી તે માટે ગુજરાત સરકારે કર્યો આ નિર્ણય

વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકે નહી તે માટે ગુજરાત સરકારે કર્યો આ નિર્ણય

- Advertisement -

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે તેવામાં સોમવારથી રાજ્યમાં તમામ શાળા કોલેજો સંપૂર્ણ ઓફલાઈન શરુ થશે. પરંતુ પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓને લઇને વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન અટકે તે હેતુ થી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા 10,000 પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરવાનો નિર્ણય લેવાયો છે.

- Advertisement -

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટમાં જણાવ્યું છે કે કોવિડની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા ૧૦,૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો હુકમ કરવામા આવેલ છે.

આ નિર્ણય અંતરિયાળ વિસ્તારની શાળાઓમા શૈક્ષણિક ગુણવત્તા સુધારવામાં ઉપયોગી થશે તેમજ યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોને નિમણૂંક આપી શિક્ષણકાર્યમાં જોડવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦.૫૦ કરોડની જોગવાઈ કરવામા આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular