Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લા ભાજપા દ્વારા મીડિયા સંવાદ યોજાયો

જામનગર શહેર-જિલ્લા ભાજપા દ્વારા મીડિયા સંવાદ યોજાયો

પ્રદેશ ભાજપ મિડીયા પ્રવક્તા ડો. ઋત્વિજ પટેલ સહિતના મિડીયા ટીમના સભ્યો તેમજ જામનગર શહેર-જિલ્લા પ્રમુખ, મેયર, સ્ટે. ચેરમેન વગેરે ઉપસ્થિત રહ્યાં

- Advertisement -

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સૂચનાથી ગુજરાત પ્રદેશ મિડિયા વિભાગના કન્વિનિયર યજ્ઞેશભાઇ દવે અને યમલભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના પ્રમુખ વિમલભાઈ કગથરા તથા જામનગર જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરાની આગેવાનીમાં પ્રેસ/મીડિયા વિભાગ માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પરિસંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ મીડિયા વિભાગના પ્રવક્તા, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર, પ્રભારી સહીત શહેર જિલ્લા અધ્યક્ષ સાથે પત્રકારો, પ્રેસ પ્રતિનિધિઓએ ખુલ્લા મનથી ચર્ચા કરી હતી.

- Advertisement -

પ્રદેશ મીડિયા પ્રવક્તા ડો. ઋત્વિજભાઈ પટેલ, સૌરાષ્ટ્ર ઝોન મીડિયા વિભાગ ક્ધવીનર સુરેશભાઈ માંગુકિયા, જામનગર-દેવભૂમિ દ્વારકા મીડિયા ક્ધવીનર સુરેશ પરમાર, જામનગર જિલ્લા (ગ્રામ્ય) મીડિયા વિભાગ કન્વીનર નરેન્દ્રસિંહ પરમાર, જામનગર મહાનગર કન્વીનર ભાર્ગવ ઠાકર, જિલ્લા મીડિયા વિભાગના સહકન્વીનર બાવનજીભાઇ સાંગાણી, શહેર મીડિયા વિભાગના દીપાબેન સોની, વિજયસિંહ જાડેજા દ્વારા જામનગરના પ્રેસ અને મિડીયા પ્રતિનિધિઓની ઓફીસોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તથા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત પરિસંવાદ બેઠકમાં આશરે 60 થી વધુ પ્રેસ મીડિયા પ્રતિનિધિઓએ જામનગર શહેર જિલ્લાની વિવિધ સમસ્યાઓ અંગે પ્રદેશ મીડિયા વિભાગ સહીત સ્થાનિક સંગઠનના હોદેદારો સાથે મુક્ત ચર્ચા કરી હતી.

આ કાર્યક્રમમાં જામનગર શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, પ્રદેશ મીડિયા વિભાગના પ્રવક્તા ડો. ઋત્વિજભાઈ પટેલ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર સુરેશભાઈ માંગુકિયા, જામનગર શહેર જિલ્લા પ્રભારી સુરેશભાઈ પરમાર, શહેર મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, દંડક કેતનભાઈ ગોશરાણી, પ્રદેશ કિશાન મોરચાના સુરેશભાઈ વસરા, જામનગર શહેર મીડિયા વિભાગ ક્ધવીનર ભાર્ગવ ઠાકર, જિલ્લા મીડિયા વિભાગ ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમાર, જામનગર શહેર સોસીયલ મીડિયા ઇન્ચાર્જ અશ્વિનભાઈ કોઠારી, જિલ્લા સહક્ધવીનર બાવનજીભાઇ સાંગાણી, શહેર મીડિયા વિભાગના દીપાબેન સોની, વિજયસિંહ જાડેજા, અશોકભાઈ જાની, હેમતભાઈ ગોહિલ, સંજયભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા. પરિસંવાદ કાર્યક્રમનું સફળ સંચાલન ભાર્ગવ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular