Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઆજથી ફરી ચહેકી ઉઠી બાલમંદિર અને આંગણવાડી

આજથી ફરી ચહેકી ઉઠી બાલમંદિર અને આંગણવાડી

- Advertisement -

કોરોનાની ત્રીજી લહેર ધીમી પડતાં સરકાર દ્વારા શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરુ કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

આજથી બે વર્ષ બાદ નાના ભૂલકાઓ શાળામાં પગથીયા ચડી આવતાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસો ઘટતાં આજથી પ્રિ સ્કૂલ, બાલ મંદિર અને આંગણવાડી શરુ કરવા જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જાહેરાત કર્યા બાદ આજથી જામનગરમાં પણ પ્રિ સ્કૂલ, બાલમંદિર અને આંગણવાડીઓ ચહેકી ઉઠી હતી. વાલીઓના સહમતિપત્ર લેવાની સાથે કોરોનાની ગાઇડલાઇનના ચુસ્તપણે પાલન સાથે બાલ મંદિર તથા આંગણવાડીઓ ફરી શરુ થયેલી કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે અને જનજીવન ધીમે ધીમે રાબેતા મુજબ થઇ રહ્યું છે. ત્યારે આશરે બે વર્ષ જેટલાં સમયગાળા બાદ આજથી આંગણવાડીઓ તથા બાલમંદિરો શરુ થયા છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ બાલમંદિરો, આંગણવાડીઓ તથા પ્રિ સ્કૂલમાં શિક્ષણ કાર્ય શરુ થતાં બાળકો તથા વાલીઓમાં પણ ખુશી જોવા મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular