Friday, December 5, 2025
Homeરાજ્યખંભાળિયાની ઘી નદીમાં ગાંડી વેલનું ચિંતાજનક સામ્રાજ્ય

ખંભાળિયાની ઘી નદીમાં ગાંડી વેલનું ચિંતાજનક સામ્રાજ્ય

પાલિકા દ્વારા ગાંડી વેલને દુર કરવા કોન્ટ્રાક્ટ અપાયો

ખંભાળિયાના પાદરમાંથી પસાર થતી ઘી નદી અનેક વિસ્તારોના ભુગર્ભ જળસ્ત્રોતોને જીવંત રાખવા આશીર્વાદરૂપ છે. અહીંના ઘી ડેમ ખાતેથી નિકળીને રામનાથ મંદિર, રામનાથ સોસાયટી થઈને ખામનાથ સુધી પહોંચતી ઘી નદીના કારણે આ વિસ્તારના બોર- કુવાઓ લાંબો સમય સુધી જીવંત રહે છે. આશીર્વાદરૂપ એવી આ નદીમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગાંડી વેલનું સામ્રાજ્ય છવાઇ જાય છે.

- Advertisement -

નયન રમ્ય એવી આ ગાંડી વેલ નદીના પાણી માટે જોખમી તથા મચ્છરોના ઉપદ્રવ તથા ઉત્પતિનું કેન્દ્ર બની રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઘી નદી પર ઊગી નીકળતી આ વેલને કાયમી રીતે દૂર કરવાનું નક્કર આયોજન અગાઉ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી. આ બાબતે અહીંના જાગૃત નાગરિકો તેમજ આગેવાનો દ્વારા પાલિકા તંત્રને વારંવાર રજુઆત પણ કરવામાં આવી હતી.

આ અનુસંધાને નગરપાલિકા દ્વારા રહી રહીને જાગૃત થઈ, આ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ટેન્ડર મંજૂર થઇ ગયા બાદ ત્રીસ દિવસમાં આ ગાંડી વેલ દૂર થાય તે માટે વિવિધ શરતો અને ચોક્કસાઈ સાથે આગામી દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

આ નદીમાં ઠાલવવામાં આવતા ગટરના પાણી તથા અન્ય કારણોસર ગાંડી વેલ ઊગી નીકળતી હોવાથી આગામી સમયમાં ગંદા પાણીના નિકાલ માટેની અન્ય વ્યવસ્થા તેમજ આ ખામનાથ નજીક આવેલા ચેકડેમમાં નવા દરવાજા નાખવા માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ નક્કર આયોજનથી ગાંડી વેલની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેમ પ્રબુદ્ધ નાગરિકો ઇચ્છી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular