Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરઉપધાનતપમાં મોક્ષમાળના તપસ્વીઓનું સામૈયુ

ઉપધાનતપમાં મોક્ષમાળના તપસ્વીઓનું સામૈયુ

આરાધનાધામમાં જામનગરના 58 વ્યકિતઓએ તપશ્ચર્યા પૂર્ણ કરી :પટેલ કોલોની સંઘ દ્વારા સાંજે સામૈયુ-ભાવના ભણાવાશે

જામનગર શહેર નજીક ખંભાળિયા રોડ પર હાલારતિર્થ આરાધનાધામમાં ઉપધાનતપની મોક્ષમાળની તપશ્ર્ચર્યા તા. 28-12-21થી શરુ થયેલ છે. જેમાં કુલ 168 જેટલા લોકો જોડાયા છે. જામનગરના 58 જેટલા લોકોએ તપ કરેલ હતાં. જે ઉપધાનતપની પૂર્ણાહુતિ થઇ ગયા બાદ જામનગરના તપસ્વીઓ આરાધનાધામથી આજે બપોરે જામનગરના ચાંદીબજારમાં આવેલા શેઠજી દેરાસરના પટાંગણમાં આવી પહોંચ્યા હતાં. જ્યાં સંઘે તમામ 58 તપસ્વીઓનું સામૈયુ કરી બહુમાન કર્યું હતું.

- Advertisement -

આ મોક્ષમાળ તપશ્ચર્યા જામનગર શહેરના કુલ 58 લોકોએ કરેલ છે. જેમાં મોટાભાગના બાળકો છે. જામનગરના ચંદ્રકાંતભાઇ પ્રાણજીવનભાઇ કોઠારીના પુત્ર અતુલ ચંદ્રકાંત કોઠારીની પુત્રી રિયા અતુલ કોઠારી (ઉ.વ.14)એ આ આરાધના કરી હતી. આ ઉપરાંત પટેલ કોલોની વિસ્તારમાં રહેતા છ બાળ તપસ્વીઓમાં પાર્શ્વ ભાવેન મસાલિયા (ઉ.વ.9), મોક્ષ રાકેશ કોરડીયા (ઉ.વ.9), હસીત હિરેનભાઇ શાહ (ઉ.વ.9), ધ્યેય દિપેનભાઇ ધોળકીયા (ઉ.વ.9), ધવન ભાવેશભાઇ શાહ (ઉ.વ.12), વંદિત પ્રિતેશભાઇ મહેતા (ઉ.વ.12) ઉપરાંત ચાર વ્યક્તિઓમાં પ્રિતેશ અરવિંદભાઇ મહેતા, રિધ્ધી રાકેશ કોરડીયા, નિશાબેન મહેશ શાહ, વસુમતિબેન રજનીકાંત મસાલીયા સહિતનાઓએ આ તપશ્ચર્યા 45 દિવસ સુધીની હોય છે. જે સતત 45 દિવસ સુધી મહારાજ સાહેબની સાથે જ મહારાજ સાહેબ જેવું જીવન જીવવાનું હોય છે. જેમાં એક દિવસ ઉપવાસ, એક દિવસ એકાસણુ (એકટાણુ) હોય છે. ઉપરાંત સવારે 3 વાગ્યે ઉઠીને પ્રતિક્રમણ, ત્યારબાદ દેવવંદના, આખા દિવસમાં લગભગ 200 જેટલા ખમાસણા ઉપરાંત ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે. જે તપશ્ચર્યામાં જામનગરના બાળકો-બાલીકાઓ ઉપરાંત મોટી વ્યક્તિઓ પણ ખૂબ ઉત્સાહથી જોડાઇની સારી રીતે તપશ્ચર્યા પૂર્ણ કરેલ છે.

- Advertisement -

આ ઉપરાંત આજે પટેલ કોલોનીમાં આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસર સંઘ દ્વારા આ વિસ્તારમાં રહેતા 10 તપસ્વીઓનું સામૈયુ સાંજે 6:45 વાગ્યે સેન્ટઆન્સ સ્કૂલ પાસેથી નિકળી પટેલ કોલોની 6 નંબરમાં થઇ દેરાસરે પૂર્ણ થશે. જ્યાં રાત્રે 8 કલાકે વિક્રમભાઇ મહેતા પાર્ટી દ્વારા દેરાસરમાં ભાવના ભણાવવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular