અમરેલીમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક સાંકડા રસ્તામાં બાઇક ચાલક અને સિંહ સામસામે આવી ગયા હતા. અને બાદમાં બાઈકચાલકે તેને જોઈને હનુમાન દાદાના જાપ જપવાનું શરુ કરી દીધું હતું. બાઈકની સાવ નજીક આવેલા સિંહે સદભાગ્યે પોતાનો રસ્તો બદલી દેતા ચાલકે રાહતનો શ્વાસ લીધો હતો. આ હાસ્યાસ્પદ વિડીઓ હાલ વાયરલ થઇ રહ્યો છે.
#gujarat #amreli #lion #viralvideo #Khabargujarat
સિંહ સામે આવતા જ બાઈકચાલકે હનુમાનજીના જાપ જપ્યા
વાયરલ વિડીઓ અમરેલી જીલ્લાનો pic.twitter.com/O0y9LMo5bV
— Khabar Gujarat (@khabargujarat) February 14, 2022
હજુ થોડા દિવસ પહેલા પણ અમરેલી-લીલીયા સ્ટેટ હાઈવે પર પાંચ સિંહનું એક ગ્રુપ શિકારની શોધમાં આવી ચડ્યું હતું. અને ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ તેનો વિડીઓ ઉતાર્યો હતો. જે વાયરલ થયો હતો.