Sunday, December 22, 2024
Homeરાજ્યહડિયાણા ગ્રામપંચાયતનું બજેટ સામાન્યસભામાં ના મંજુર

હડિયાણા ગ્રામપંચાયતનું બજેટ સામાન્યસભામાં ના મંજુર

- Advertisement -

હડિયાણા ગ્રામપંચાયતનું વર્ષ 2022-2023નું બજેટને ગ્રામપંચાયતની સામાન્ય સભામાં રજુ કરવામાં આવ્યું હતું. જે 6:5 થી ના મંજુર કરવામાં આવ્યું હતું.

- Advertisement -

હડિયાણા ગ્રામપંચાયતનું વર્ષ 2022-2023નું બજેટ અવલોકન માટે મોકલવામાં આવ્યું હતું. જે બજેટ તાલુકા વિકાસ અધિકારી દ્વારા અવલોકન કરી પરત મોકલતા આ બજેટને ગ્રામપંચાયતની સામાન્ય સભામાં રજુ કરવામાં આવ્યું હતું. સામાન્ય સભા દરમ્યાન કુસુમબેન પરમાર, પારૂલબેન કગથરા, તરશીભાઈ સોનગ્રા, છગનભાઈ નકુમ, જયસુખભાઈ પરમાર દ્વારા બજેટના ઠરાવનું સમર્થન કર્યું હતું. જયારેઅરુણાબેન કાનાણી, કુલસુમબેન હાકડા, મંજુલાબેન કાનાણી, મરછાભાઈ જુચર, દિનેશભાઈ કાલાવડીયા, ધીરજલાલ મકવાણા દ્વારા બજેટના ઠરાવનો વિરોધ કરતા 6:5 સભ્યોના મત થી બજેટને નામંજૂર કરવામાં આવ્યું હતું. અધયક્ષ સ્થાને થી અન્ય કોઈ રજૂઆતના થતા સભાને પૂર્ણ જાહેર કરાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular