મહા મહિનાની સુદ 13 ના રોજ વિશ્વકર્મા જયંતી તરીકે ઉજવણી કરવામાંઅ આવે છે. છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં આજરોજ વિશ્વકર્મા દેવના પ્રાગટય દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
જામનગરમાં દર વર્ષે વિશ્ર્વ કર્મા જયંતીએ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. વિશ્ર્વકર્મા જયંતીએ વિવિધ જ્ઞાતિઓનું જ્ઞાતિભોજન, હવન સહિતના આયોજનો કરવામાં આવતાં હોય છે. પરંતુ છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીને કારણે સાદગીપૂર્વક વિશ્ર્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવતી હોય છે. જામનગરમાં આજરોજ વિશ્ર્વકર્મા જયંતી નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિકભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક આયોજનનો લાભ લીધો હતો.