વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેની સરકારમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્માલા સીતારામનએ ફેબ્રુઆરીની પહેલી તારીખે લોકસભામાં ભાજપ સરકારનું વર્ષ 2022-23નું ડિજિટલ બજેટ રજુ કર્યું હતું. બજેટમાં ૨૫ વર્ષની વિકાશની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. બજેટમાં દેશને આધુનિકતા તરફ લઇ જવાની દિશામાં ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. જેના અનુસંધાને જામનગર શહેર ભાજપ દ્વારા આજરોજ ધીરુભાઈ અંબાણી વાણિજ્યક ભવનમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પ્રદેશ સંયોજક, સી.એ.સેલના નરેશભાઈ કેલ્લા, શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ કોટક, શેતલબેન શેઠ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.