જામજોધપુરમાં ગીંગણી ગામથી માલવડા રોડ ખાતે આવેલ ખેતીની જમીનમાંથી તસ્કરોએ ગોડાઉનમાં રાખેલ 1,42,500 ના કિમતની30 ભરી કપાસની ચોરીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકામાં ગીંગણી ગામમાં રામમંદિર પાછળ રહેતા ભાવેશભાઈ રતિલાલ આલોન્દ્રાની માલિકીની ગીંગણી ગામથી માલવડા રોડ ખાતે આવેલ ખેતીની જમીનમાંથી ગત તા 9 ના રાત્રીના 12 વાગ્યા થી સવારે 6.30ના સમય દરમ્યાન ખેતરમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને ગોડાઉનની બાજુમાં રાખેલ 30 ભારીમાં રાખેલ કુલ 1,42,500 ની કિંમતના 75 મણ કપાસ ચોરી કરી નાશી ગયા હતાં. બાદમાં આ અંગેની જાણ થતા ભાવેશભાઈએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ કે.સી.વાઘેલા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી ગુનાશોધક શ્વાનન ની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.