Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતડાયમંડ સિટીને ચાર ચાંદ લગાવશે બુલેટ ટ્રેન સ્ટેશન

ડાયમંડ સિટીને ચાર ચાંદ લગાવશે બુલેટ ટ્રેન સ્ટેશન

રેલવે રાજયમંત્રી દર્શનાબેન જરદોષે ટિવટ કરી શાનદાર તસ્વીર

- Advertisement -

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજક્ટનું કામ જોરશોરથી ચાલુ રહ્યું છે. અમદાવાદ અને મુંબઈના બુલેટ ટ્રેન રૂટ વચ્ચે ડાયમંડ શહેર સુરતમાં શાનદાર સ્ટેશન બનાવવામાં આવશે. રેલવે મંત્રાલય તરફથી તાજેતરમાં ટિવટ કરીને સુરતમાં તૈયાર થઈ રહેલા શાનદાર રેલવે સ્ટેશનનું ગ્રાફિકલ ચિત્રણ રજૂ કરવામાં આવ્યું છે.

- Advertisement -

રેલવે મંત્રાલય તરફથી ટવિટ કરીને લખવામાં આવ્યું છે કે, ડાયમંડ શહેરમાં તૈયાર થનારા આ બહુમાળિય સ્ટેશનમાં સેન્ટ્રલ એસી હશે. આ ઉપરાંત સ્વચાલિત સીડી તેમજ બિઝને લોન્જ જેવી વિશ્વસ્તરની સુવિધા હશે. આ સ્ટેશન ભારતની નવી તસવીર રજૂ કરશે. સુરતના સાંસદ તેમજ કેન્દ્ર સરકારમાં રેલવે અને ટેક્સટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે પણ ટ્વીટ કરીને અમુક તસવીરો શેર કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “સુરત ખાતે બની રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની ગ્રાફિકલ તસવીર શેર કરી રહી છું. જે સુરત શહેરનું ગૌરવ બનશે.કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશના જણાવ્યા પ્રમાણે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન રૂટ પર સૌથી પહેલું તૈયાર થનારૂં રેલવે સ્ટેશન સુરતનું હશે. અમદાવાદ મુંબઈના રૂટ પર કુલ 12 સ્ટેશન તૈયાર કરવામાં આવશે. એક વખત બુલેટ ટ્રેન શરૂ થયા બાદ અમદાવાદથી મુંબઈ સ્ટેપેજ લીધા વગર 2.07 કલાક અને સ્ટોપેઝ સાથે 2.58 કલાકમાં પહોંચી શકાશે. હાલ અમદાવાદ અને સુરત વચ્ચે જે ટ્રેનો દોડી રહી છે તે સાતથી આઠ કલાકનો સમય લે છે. બુલેટ ટ્રેનની ઓપરેટિંગ ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક હશે. તેની મહત્તમ ઝડપ 350 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે કે વર્તમાન ટ્રેનોથી અનેકગણી હશે. એક અંદાજ પ્રમાણે 2026ના વર્ષ સુધી અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થઈ જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular