58 દિગ્વિજય પ્લોટ માં શિવાંગીબેન ભાનુશાળીની લો ફર્મ તથા પિન્ક ફાઉન્ડેશનની પ્રથમ ઓફિસનું ઉદ્ઘાટન કાંતિભાઈ હરિયા ( ચેરમેન – ઓશવાલ એજયુકેશન ટ્રસ્ટ ) અને લક્ષ્મીદાસભાઈ હરબડા અને શેતલબેન શેઠના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ તકે મનીષભાઈ કટારીયા (સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ) તથા કચ્છી ભાનુશાળી સમાજના ટ્રસ્ટી મંડળની તથા કમળાબેન હરિયા, હર્ષિદાબેન જોશી, ક્રિષ્નાબેન ઠક્કર, ચેતનાબેન માણેક, હર્ષાબેન રાવલ, નિમીષાબેન ત્રિવેદી, નિકિતાબેન કુંવારીયા, ગુરુનાબેન મારુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.