કાલાવડ તાલુકાના મેવાસા ગામની સીમના વિસ્તારમાં બાવળની ઝાડીઓમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીના સ્થળે પોલીસે રેઇડ દરમિયાન દારૂનો જથ્થો અને સાધનો સહિત રૂા.2200 નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મેવાસાના સીમ વિસ્તારમાં આવેલા વોંકળા પાસે બાવળની ઝાડીઓમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે રેઈડ દરમિયાન પાંચ લીટર દેશી દારૂ અને 800 રૂપિયાનો 400 કિલો દારૂ બનાવવાનો હાથો અને ઠંડો દેશી દારૂ મળી કુલ રૂા.2200નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા તૈયબ ઉર્ફે કારો ઈશાક વિશાળ નામના બુટલેગરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.