Wednesday, December 25, 2024
Homeવિડિઓપ્રથમ વખત ગિરનાર પર્વત પર ધર્મ ધ્વજ સ્તંભનું સ્થાપન, જુઓ VIDEO

પ્રથમ વખત ગિરનાર પર્વત પર ધર્મ ધ્વજ સ્તંભનું સ્થાપન, જુઓ VIDEO

151 કિલો પિત્તળનો સ્તંભ ઊભો કરી 26 ફૂટ લાંબી ધ્વજા ચઢાવાઈ

- Advertisement -

ગુજરાતના સૌથી ઊંચા ગિરનાર પર્વત પર આવેલ ગુરુ ગોરખનાથના શિખર પર ધર્મ ધ્વજ સ્તંભનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગીરનાર ગોરખનાથજીના અખંડ ધુનાની જગ્યાએ 151 કિલોનો પિત્તળનો સ્તંભ ઉભો કરી 26 ફૂટ લાંબો ધર્મ ધ્વજા સ્તંભ રોપવામાં આવ્યો. આ ધર્મ ધ્વજનો સ્તંભ જયપુરમાં બન્યો છે. આ ધર્મ ધ્વજ ગિરનારની મહત્વતામાં વધારો કરશે સાથોસાથ શોભામાં અભિવૃદ્ધિ કરશે.

- Advertisement -

સૌપ્રથમવાર ગુજરાત રાજ્યની સૌથી મોટી ઊંચાઈ પરના ધાર્મિક સ્થાન પર ધર્મ ધ્વજ સ્થાપિત કરવામાં આવ્યો છે.ગુરુ ગોરખનાથ શિખર પર ગુરુ ગોરક્ષનાથજીએ 1200 વર્ષ તપશ્ચર્યા કરી હતી. ગોરક્ષનાથજીએ પ્રજ્જવલિત કરેલ ધૂણી આજે પણ અખંડ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular