Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમોટીખાવડીમાં પાંચ વર્ષના માસૂમ બાળકની હત્યાના આરોપીને આજીવન કેદ

મોટીખાવડીમાં પાંચ વર્ષના માસૂમ બાળકની હત્યાના આરોપીને આજીવન કેદ

- Advertisement -

જામનગર જિલ્લાના મોટીખાવડીમાં 2017 ની સાલ માં પાંચ વર્ષના માસૂમ બાળકની નિર્મમ હત્યા નિપજાવી જમીનમાં દાટી દેવાના પ્રકરણમાં આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

- Advertisement -

આ કેસની વિગત મુજબ જામનગર જિલ્લાના મોટીખાવડીમાં રહેતા મજૂર બિહારના વતની મનોજકુમાર શકલદેવના પાંચ વર્ષના પુત્ર અમરજીતની 2017માં તેના પાડોશમાં રહેતો શિવનાથ રમાકાંતે બાળકને ઘરમાંથી આઇસ્ક્રીમ ખાવાના બહાને ઉઠાવી જઇ મોઢે ડૂમો દઈ હત્યા નિપજાવી હતી અને બાજુમાં આવેલા વોકળામાં ખાડો કરીને મૃતદેહને દાટી દીધો હતો. આ હત્યા પ્રકરણમાં મેઘપર પોલીસે શીવનાથની ધરપકડ કરી પૂછપરછમાં શિવનાથ તેની બાજુમાં રહેતા મનોજકુમારની પત્ની સુશીલાદેવી મહિને 2700 રૂપિયામાં મેસ ચલાવે છે ત્યાં આરોપી જમવા માટે આવતો હતો. જેના બે મહિનાના રૂપિયા બાકી હતા. જે પૈસાની વારંવાર માંગણી કરતા હતા, પરંતુ શિવનાથ પૈસા આપતો ન હતો. તેમજ ઉઘરાણીથી ગુસ્સે ભરાયેલા શિવનાથે બદલો લેવા મનોજકુમારના પુત્ર અમરજીત (પાંચ વર્ષ) અને તેનાથી નાનો ભાઈ સત્યમ (3 વર્ષ)બન્ને 31.5.2017 ના રોજ તેના ઘર પાસે રમતા હતા ત્યારે શિવનાથે આઇસક્રીમ ખવડાવવા ના બહાને બંને બાળકોને લઈ ગયો હતો અને સત્ય ને છોડી દઇ અમરજીત ને પોતાની સાથે લઈ ગયો હતો ત્યારબાદ અમરજીતને મોઢે ડુમો દઇ હત્યા નિપજાવી બાજુમાં રહેલા વોકળામાં બાળકના મૃતદેહને દાટી દીધો હતો. બનાવમાં પોલીસે શિવાનંદની ધરપકડ બાદ બાળકના મૃતદેહને કાઢી આપ્યો હતા.

આ કેસ જામનગરની અદાલત ચાલી જતાં સરકારી વકિલ હેમેંન્દ્ર ડી. મહેતા દ્વારા ધારદાર અને વિસ્તૃત દલીલો અને પંચોના નિવેદનો તથા મૃતકના નાનાભાઈ પાંચ વર્ષના બાળકની જુબાની તેમજ આરોપીના શરીરમાથી મળી આવેલી માટી અને સ્થળની માટી વગેરે સાંયોગિક પુરાવાઓને ધ્યાનમાં રાખીને એડિશનલ સેશન્સ જજ તેજસ આર. દેસાઈએ આરોપીને હત્યા કેસમાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા તથા અપહરણના ગુનામાં 10 વર્ષની કેદની સજા, પુરાવાનો નાશ કરવાના ગુનામાં પાંચ વર્ષની સજા, તથા રૂપિયા 17 હજારનો દંડ ફટકાર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular