ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે રોજ ગીફ્ટસીટી ગાંધીનગર ખાતે વર્ષ 2022-27ની આઈટી પોલીસી જાહેર કરવામાં આવી છે. આગામી 5વર્ષ સુધી IT પોલીસી લાગુ રહેશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી સચિવ વિજય નેહરાએ જણાવ્યું હતું કે, હું મુખ્યમંત્રીનો આભાર માનું છું. અગાઉ ની પાલિસી કરતા વધુ સારી અને દેશના અન્ય રાજ્યો કરતા પોલિસી આગળ છે.
શીક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે 2017 અને 2022ની આઇટી પોલિસી માં મોટો તફાવત છે. મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ આઈટી પોલિસી તૈયાર કરવામાં આવી છે. વીતેલા દશકમાં આઇટી ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી છે. અને ગુજરાત આઇટી ક્ષેત્રે લીડર બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આઈટી પોલીસીના નવા ડોકયુમેન્ટ રજુ કરતા જણાવ્યું હતું કે આઇટી ક્ષેત્રે નવી 1 લાખ રોજગારી ઉભી કરવાનું અમારું લક્ષ્ય છે. ભારતને ટેકનોલોજીના ક્ષેત્રે અગ્રેસર બનાવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લક્ષ્ય છે. ગુજરાતમાં અર્થતંત્રનો વિકાસ ટેકનોલોજી આધારિત હશે. ગુજરાતના છેવાડાના વિસ્તાર સુધી પણ ટેકનોલોજી પહોચાડવામાં આવી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વિકાસને અવિરત રાખવાની ક્ષમતા ગુજરાતમાં છે.
મુખ્યમંત્રીના સંબોધનની મુખ્ય બાબતો
ગુજરાત સરકાર આઇટી ઇકો સિસ્ટમને પ્રોત્સાહન આપશે. આવી ખાસ ઇકો સિસ્ટમ ધરાવતી ટાઉનશીપ ઉભી કરાશે. આ માટે બિલ્ડરો ને સાથે રાખી કામ કરાશે. વોક ટુ વર્ક કન્સેપટ સાથે ટાઉનશીપ તૈયાર કરાશે
આગામી 5 વર્ષ માં આઇટી પોલિસી થી નવી 1 લાખ રોજગાર ઉભી થશે.
આઇટી સેક્ટરનો 8 ગણો વિકાસ કરવાનો લક્ષય
આઇટી ક્ષેત્ર નો વ્યાપ 3 હજાર કરોડથી વધારી 25હજાર કરોડ કરવાનો ઉદ્દેશ
નવા યુનિટ અને નવા એક્સપનશન યુનિટને પ્રોજેકટના 25 ટકા વધુમાં વધુ 50 કરોડની સહાય 250 કરોડ કરતા ઓછાના પ્રોજેકટમાં સહાય થશે.
આ પોલિસીના માધ્યમથી ઉદ્યોગ ગૃહોને વિવિધ ઇનસેન્ટિવ આપવામાં સરળતા રહેશે. 400 કરોડ સુધીના ઇનસેન્ટિવ અપાશે. 100 કરોડથી વધુનું રોકાણ કરનાર પ્રથમ 3 કંપનીને મેગા પ્રોજેક્ટનો દરજ્જો આપી વિશેષ સહાય કરાશે
આવનારા 5 વર્ષમાં આઇટી ઇકો સિસ્ટમ હરણફાળ ભરશે
આગામી 5 વર્ષ માં ગુજરાત ટોપ 5 રાજ્યોમાં આઇટી સેકટરમાં હશે.