Monday, January 6, 2025
Homeરાષ્ટ્રીયયોગી આદિત્યનાથ અને અરવિંદ કેજરીવાલ મધરાતે ટ્વિટર પર આમને સામને

યોગી આદિત્યનાથ અને અરવિંદ કેજરીવાલ મધરાતે ટ્વિટર પર આમને સામને

- Advertisement -

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પોતાને અન્ય કરતા શ્રેષ્ઠ સાબિત કરવા ઓનલાઇન યુદ્ધ શરુ થયું છે. રહેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે ટ્વિટર યુદ્ધ ચાલી રહ્યું છે. આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક પછી એક ટ્વિટ કરીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. ત્યારે કેજરીવાલે તેના જવાબ આપ્યા છે.

- Advertisement -

સીએમ આદિત્યનાથે લખ્યું, ‘સાંભળો કેજરીવાલ, જ્યારે સમગ્ર માનવતા કોરોનાના દર્દને કારણે વિલાપ કરી રહી હતી, તે સમયે તમે યુપીના કાર્યકરોને દિલ્હી છોડવા માટે મજબૂર કર્યા હતા. તમારી સરકારે મધ્યરાત્રિએ યુપી બોર્ડર પર નાના બાળકો અને મહિલાઓને પણ નિ:સહાય છોડી દેવા જેવું અલોકતાંત્રિક અને અમાનવીય કૃત્ય કર્યું. તમને માનવતાદ્રોહી કહીએ કે..’

- Advertisement -

આ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, ‘યોગી સાંભળો, તમે તો રહેવા જ દો. યુપીના લોકોના મૃતદેહો નદીમાં વહી રહ્યા હતા અને તમે કરોડો રૂપિયા ખર્ચીને ટાઈમ્સ મેગેઝિનમાં તમારી ખોટી વાહ વાહની જાહેરાત કરી રહ્યા હતા. તમારા જેવો નિર્દયી અને ક્રૂર શાસક મેં ક્યારેય જોયો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular