સુરતના પુણાગામ વિસ્તારમાંથી મોબાઈલની દુકાનમાંથી લુંટારૂઓએ દુકાન માલિકને ધમકાવી તમંચો અને પાઈપ બતાવી રૂ.30હજારની લુંટ ચલાવી છે. મોડીરાત્રે મોબાઈલ શોપના માલિક અને મિત્ર દુકાનનું શટર બંધ કરી હિસાબ કરતા હતા. ત્યારે શટર ઊંચું કરી અંદર આવેલા ત્રણ લૂંટારું પાઈપ અને તમંચા બતાવી રૂ.30 હજાર લૂંટી નાશી છુટ્યાહતા આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
#surat #CCTV #news #gujaratinews #Khabargujarat
સુરતના પુણાગામ વિસ્તારમાંથી મોબાઈલની દુકાનમાંથી લુંટારૂઓએ દુકાન માલિકને ધમકાવી તમંચો અને પાઈપ બતાવી રૂ.30હજારની લુંટ ચલાવી
સીસીટીવીના આધારે પોલીસે નાશી છુટેલા શખ્સોની તપાસ હાથ ધરી pic.twitter.com/NGK3zAZRUJ
— Khabar Gujarat (@khabargujarat) February 7, 2022
દુકાન માલિકના જણાવ્યા અનુસાર રાત્રે તેઓ દુકાનનો હિસાબ કરી રહ્યા હતા ત્યારે ત્રણ લુંટારૂઓ દુકાનમાં ઘુસી પાઈપ અને તમંચો બતાવી ધમકી આપતા કહ્યું હતું કેજીતના પૈસા હૈ ઉતના દે દો. માટે તેઓએ ગભરાઈને કેશ કાઉન્ટરમાં મુકેલા રૂ.30 હજાર કાઉન્ટર પર મુકતા તે રકમ લૂંટી લઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી કાઉન્ટરના બીજા ડ્રોઅર પણ ખોલી ચેક કર્યા હતા. પણ તેમાં પૈસા નહીં મળતા તેઓ શટર ઊંચું કરી બહાર ભાગ્યા હતા.આ સમગ્ર ઘટના અંગે દુકાનના માલિકે પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.