Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસચાણા શિપ બ્રેકિંગ યાર્ડને પુન:મંજૂરીમાં ગોબાચારી ?

સચાણા શિપ બ્રેકિંગ યાર્ડને પુન:મંજૂરીમાં ગોબાચારી ?

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પહોંચ્યો પર્યાવરણ સબંધિત મામલો : સ્થળ તપાસ કરીને ચાર સપ્તાહમાં રિપોર્ટ આપવા રાજયસરકારને આદેશ : જામનગરના પર્યાવરણ પ્રેમીએ કરેલી અરજીમાં NGTના નિર્દેશ

જામનગર નજીક આવેલાં સચાણા શિપ બ્રેકિંગ યાર્ડને પુન: શરૂ કરવાના નિર્ણયને જામનગરના એક પર્યાવરણ પ્રેમીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પડકાર્યા બાદ ટ્રિબ્યુનલે રાજય સરકાર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડને નોટિસ પાઠવી વાસ્તવિક સ્થિતિનો ચિતાર રજૂ કરવા આદેશ કર્યો છે. આ માટે ખાસ કમિટી બનાવી આ કમિટી દ્વારા સ્થળ તપાસ કરી ચાર સપ્તાહમાં રિપોર્ટ આપવા જણાવવામાં આવ્યું છે. ટ્રિબ્યુનલના આ આદેશને લઇને સચાણા શિપ બ્રેકિંગ યાર્ડની પુન: મંજુરી સામે સરકાર સામે પ્રશ્ર્નો ઉઠયા છે. એટલું જ નહીં અગાઉ કરવામાં આવેલી સ્થળ તપાસ અને રિપોર્ટ સામે પણ સવાલો ઉભા થઇ શકે છે.

- Advertisement -

જામનગર-જોડીયા રોડ પર તાજેતરમાં જ વિશ્ર્વકક્ષાની રામસર સાઈટ તરીકે ઘોષિત થયેલી ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી નજીક દરિયા કાંઠાના સચાણા ગામે વર્ષ 2012થી બંધ રહેલું શીપ બ્રેકીંગ યાર્ડ પુન: શરૂ કરવાની રાજ્ય સરકારે ગત વર્ષે જાહેરાત કર્યા બાદ શીપ બ્રેકીંગ યાર્ડ શરૂ કરવા સામે પર્યાવરણને હાનિના મામલે જામનગરની પર્યાવરણ સંસ્થાના સંયોજકે પુનાની ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ દાખલ કરતાં ગ્રીન ટ્રીબ્યુનલે સરકારને નોટીસ પરની વાસ્તવિક સ્થિતિનો રૂબરૂ મુલાકાત લઈને રીપોર્ટ આપવા કર્મની તેમજ 6 અઠવાડીયામાં સોગંદનામા રજુ કરવા નિર્દેશ કર્યો છે. 2020માં રાજ્ય સરકારે સચાણા શીપ બ્રેકીંગ યાર્ડને ફરી શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ ગત માસમાં પુના ખાતેની ગ્રીન ટ્રીબ્યુનલની વેસ્ટર્ન બેન્ચ સમક્ષ જામનગરના પર્યાવરણ ક્ષેત્રે 4 દાયકાથી સક્રિય સુરેશભાઈ ભટ્ટે તેમના વકિલ બ્રજેશકુમાર મારફત ગુજરાત સરકાર, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ, રેવન્યુ અને પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ, જીએમબી, વન વિભાગની જુનાગઢ ખાતેની સેટલમેન્ટ ઓફીસ જામનગર કલેક્ટરેટને જોડતો કેસ દાખલ કર્યો હતો.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં : રાજય સરકારને નોટિસ જેમાં તેઓએ પર્યાવરણના કાયદાના પાલન અંગેના વિવિધ મુદાઓ ટ્રીબ્યુનલ સમક્ષ રજુ કર્યા હતા. જે ધ્યાને લઈને ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા રાજ્યના બંદર-ટ્રાન્સ્પોર્ટ વિભાગના અધિક સચિવ, જીએમબીના ચેરમેન, વન વિભાગના પ્રિન્સિપાલ ચીફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ , પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવને નોટીસ પાઠવીને છ અઠવાડીયામાં સોગંદનામું રજ કરવા તેમજ જે તે અધિકારીઓ અથવા તેઓના પ્રતિનિધિઓને ટ્રીબ્યુનલ સમક્ષ ઉપસ્થિત થવા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત 4 અઠવાડીયામાં આ માટે અગાઉ રચાયેલી અધિકારીઓની કમિટીએ સ્થળ પર મુલાકાત કરીને 1 વાસ્તવિક સ્થિતિ અંગેનો રીપોર્ટ પણ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને સોંપવા નિર્દેશ કર્યો છે.

- Advertisement -
  • 2020માં રૂપાણી સરકારે શિપ બ્રેકિંગ યાર્ડ પુન: શરૂ કરવા કરી હતી જાહેરાત

ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકના નાના એવા બંદર ગણાતા જામનગર-જોડીયા વચ્ચેના શહેરથી રપ કી.મી. દુરના સચાણા ગામે વર્ષ 1977માં શીપબ્રેકીંગ યાર્ડ શરૂ થયું હતું. જે જગ્યા શીપ બ્રેકીંગ યાર્ડ માટે ફાળવવામાં આવી હતી. તે જગ્યાની હદના પ્રશ્ર્ને વન વિભાગે વર્ષ 2011માં 11 નવેમ્બરના રોજ શીપ બ્રેકીંગ યાર્ડ બંધ કરવા નોટીસ આપી હતી. જે બાદ એપ્રિલ 2012માં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા યાર્ડના 18 જેટલા પ્લોટ હોલ્ડર્સને તેઓની ધંધાકીય પ્રવૃતિ બંધ કરવા જાણ કરવામાં આવી હતી. બાદમાં મામલો હાઈકોર્ટમાં ગયો. હતો અને હાઈકોર્ટના નિર્દેશ મુજબ બનેલી સચિવ કક્ષાની હાઈ પાવર કમિટીના નિર્ણય મુજબ કલેક્ટરના આદેશથી તા.14 જુલાઈ-2020ના રોજ ડીસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ વિભાગ દ્વારા વન વિભાગ, મરીન નેશનલ પાર્ક, જીએમબીના અધિકારીઓ-પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સ્થળનું રોજકામ કરીને માર્કીંગ કરી આપવામાં આવ્યા હતા. જે બાદ 2020ના અંત ભાગે સરકાર દ્વારા સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ પુન: શરૂ થવા અંગે જાહેરાત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular