Wednesday, December 25, 2024
Homeરાજ્યખંભાળિયા મુસ્લિમ સમાજ દ્વારા ધંધુકાના યુવાનની હત્યારાને કડક સજા આપવા માંગણી

ખંભાળિયા મુસ્લિમ સમાજ દ્વારા ધંધુકાના યુવાનની હત્યારાને કડક સજા આપવા માંગણી

- Advertisement -

ધંધુકાના ગૌભક્ત કિશન ભરવાડની તાજેતરમાં કરવામાં આવેલી હત્યાના બનાવથી રાજ્યના શાંત માહોલમાં પલીતો ચંપાયો છે. હિંદુ-મુસ્લિમ ભાઈચારાને ખંડિત કરતા આ બનાવને ખંભાળિયાના સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા વખોડી કાઢવામાં આવ્યો છે. હત્યાના આ બનાવ સંદર્ભે ખંભાળિયામાં સુન્ની મુસ્લીમ જમાતના બિરાદરો એકત્ર થયા હતા અને રેલી સ્વરૂપે એક આવેદનપત્ર અહીંની જિલ્લા કલેકટર કચેરી ખાતે આપવામાં આવ્યું હતું.

- Advertisement -

અહીંના મુસ્લિમ આગેવાનો કાર્યકરોએ હત્યાના આ બનાવનો વિરોધ કરતા જણાવ્યું હતું કે સાચો મુસ્લિમ ક્યારેય કોઈપણ વ્યક્તિની હત્યા કરનારનું સમર્થન કરતો નથી અને ભવિષ્યમાં કોઈ દિવસ કરશે પણ નહીં. મુસ્લિમ સમાજ સદાય ભાઈચારાનો પ્રેરક રહ્યો છે. તેનું ઉદાહરણ તાજેતરમાં જામનગર ખાતે વરસાદી પુર દરમિયાન જોવા મળ્યું હતું.
ધંધુકામાં કિશન ભરવાડની કરવામાં આવેલી હત્યાના કૃત્યને ખંભાળિયા મુસ્લિમ સમાજ દ્વારા કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે. આ પ્રકરણમાં ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે. આ હત્યાના આરોપીઓને સખત સજા થાય તેવી લાગણી અહીંના મુસ્લિમ સમાજે વ્યક્ત કરી છે. આવા બનાવ ભવિષ્યમાં ન બને તે હેતુથી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે.

અહીંના મુસ્લિમ આગેવાનો કાસમભાઈ ભોકલ, યાસીનભાઈ ગજ્જણ, સાલેમામદ ભગાડ, હારુનભાઈ શેખ તેમજ સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ હુશેનભાઈ ભોકલ, ઉપ પ્રમુખ રહીમભાઈ ચાકી દ્વારા હત્યાના આ બનાવનો વિરોધ કરી તાકીદે ઘટતા પગલાં લેવા રજૂઆત કરી છે.

- Advertisement -

આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના સલાયા ગામના વાઘેર મુસ્લિમ જમાત સમસ્ત દ્વારા સ્થાનિક અગ્રણી સાલેમામદ કરીમ ભગાડના નેજા હેઠળ કિશન ભરવાડની હત્યાના જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આ બનાવને વખોડી કાઢ્યો છે. જે અંગેનું આવેદનપત્ર કલેક્ટર કચેરીએ આપવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular