2 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી પ્રસંગે મરીન નેશનલ પાર્ક જામનગર દ્વાર ખિજડીયા પક્ષી અભ્યારણ્ય ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ. આ દિવસથી પ્રથમ પ્રાકૃતિક શિક્ષણ શિબિરનો પ્રારંભ કરવામાં આવેલ પ્રથમ શિબિરમાં જામનગરની એ.કે. દોશી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં વક્તૃત્વ, ચિત્ર તથા ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવેલ. એક દિવસીય આ શિબિરમાં ખિજડીયા પક્ષી અભ્યારણ્યના આર.એફ.ઓ. દક્ષાબેન વઘાસીયા, વનપાલ ખિજડીયા જે.ડી. કેર, વનપાલ જોડિયા એમ.ડી. ઠાકરીયા, કોલેજના પ્રો. જયેશભાઇ સુરેજા, ડો. ચેતનભાઇ ધોળકીયાએ ઉપસ્થિત રહી વેટલેન્ડ દિવસનું તથા પક્ષી અભ્યારણ્યનું મહત્વ અને સમજણ આપેલ. સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીનીઓને પર્યાવરણને લગતા પુસ્તકો ઇનામરુપે આપવામાં આવેલ. 2 વર્ષથી કોરોનાને કારણે બંધ રહેલ શિબિરો હવે શરુ થતાં પર્યાવરણ અને પક્ષીઓમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી થઇ છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી નવ જેટલી રજીસ્ટ્રેશન કરેલ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ શિબિરમાં ભાગ લેવા આવનાર છે.
(તસવીર : વિશ્વાસ ઠક્કર)