કેન્દ્ર સરકારનું વર્ષ 2022-23નુ સામાન્ય બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કર્યું છે. કેન્દ્ર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટમાં ઉદ્યોગપતિઓ અને અમીરોને રાહત આપી મધ્યમવર્ગ, ખેડૂતો અને ગરીબોને કોઇ રાહત આપવામાં આવી નથી. જેમ કે, ઉદ્યોગપતિઓ કે અમીરોને રત્ન આભુષણો, હિરા ઉદ્યોગ, ઝવેલરી પર કસ્ટમ ડયૂટી ઘટાડીને રાહત આપવામાં આવી છે. તેને બદલે મધ્યમવર્ગ અને ગરીબોને ઉપયોગી જીવન જરુરીયાત વસ્તુઓ જેવી કે, દવાઓ, ડિઝલ-પેટ્રોલ વગેરેમાં રાહત આપવાની જરુર હતી. તેમાં કોઇ ફેરફાર ન કરી સામાન્ય પ્રજાને કોઇપણ જાતની રાહત આપવામાં આવી નથી. સરકાર દ્વારા ઇથેનોલ વિનાના પેટ્રોલ-ડિઝલ હોય છે. જેથી ખેડૂતોને તથા સામાન્ય પ્રજાને પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના કારણે તમામ ક્ષેત્રે ભાવ વધારો થશે. જેથી મોંઘવારીમાં વધારો થશે જેની સીધી અસર સામાન્ય માણસો પર પડશે. છેલ્લા એક વર્ષ દ્વારા સરકારે અંદાજે રૂા. 20.79 લાખ કરોડનું જીએસટી કલેકશન કર્યું છે.
આ આકડો સરકારના અનુમાનથી અંદાજે રૂા. 2.9 લાખ કરોડનો ટેકસ આમ જનતાએ ભર્યો હોવા છતાં સામાન્ય કરદાતાઓને કોઇ રાહત આપવામાં આવી નથી. ગત બજેટમાં વર્ષ 2014માં સરકાર દ્વારા અંદાજે 2 કરોડ લોકોને નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ નોટબંધીને કારણે લાખો લોકોની બેકારી વધી છે. ત્યારે ફરીને ચાલુ વર્ષે બજેટમાં ફરીથી અંદાજે 60 લાખ લોકોને નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે ખરેખર કયાં ક્ષેત્રમાં કે કઇ રીતે લોકોને નોકરી મળશે તેનો કોઇ ઉલ્લેખ નથી. જે જોતાં કેન્દ્ર સરકાર બજેટમાં ફકત ખોટા વાયદાઓ દેખાડી રહેલ છે. આમ એકંદરે કેન્દ્ર સરકારનું ખેડૂતો કે સામાન્ય પ્રજાને રાહત થાય તેવી કોઇ જોગવાઇ બજેટમાં જોવા મળેલ નથી અને મોંઘવારીમાં સતત વધારો થશે જે સ્પષ્ટ દેખાય છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પૂર્વ ઉપપ્રમુખ ભીખુભાઇ વારોતરીયાએ જણાવ્યું છે.