જામનગર શહેરના આશિર્વાદ સોસાયટી વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતાં યુવાને તેના ઘરે અગમ્યકારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલીન્દી સ્કૂલ પાસે આવેલી આશિર્વાદ સોસાયટી શેરી નં.3 મા રહેતા અને મજૂરીકામ કરતા અતુલગીરી મણીગીરી ગોસ્વામી (ઉ.વ.38) નામના યુવાને મંગળવારે સવારના સમયે તેના ઘરે કોઇ અગમ્યકારણોસર રસોડાની છતના હુકમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પત્ની સવિતાબેન દ્વારા જાણ કરાતા હેકો આર.ડી. ગાંભવા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.