Wednesday, April 9, 2025
Homeરાજ્યખંભાળિયામાં આખલા ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કરી, ઈજાગ્રસ્ત કરનારા પ્રૌઢની અટકાયત

ખંભાળિયામાં આખલા ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કરી, ઈજાગ્રસ્ત કરનારા પ્રૌઢની અટકાયત

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં એક હોટલ નજીક નંદી ઉપર કુહાડી વડે હુમલો કરી, આ અબોલ પશુને ઇજાગ્રસ્ત કરનારા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisement -

ખંભાળિયા શહેર નજીક આવેલા રામનગર વાડી વિસ્તારમાં ગઈકાલે મંગળવારે સવારે એક બળદ ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હોવાથી આ અંગેની જાણ કરવામાં આવતા એનિમલ કેર ગ્રુપના સેવાભાવી કાર્યકરો આ સ્થળે દોડી ગયા હતા અને આ આખલાને અબોલ તીર્થ વેટરનરી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો જ્યાં તેમના બંને પગમાં ફ્રેક્ચર તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજા હોવાથી અહીં તેની સારવાર કરવામાં આવી હતી.

આ પ્રકરણ અંગે ગૌ સેવક રામદેભાઈ કરસનભાઈ સાખરાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે આ જ વિસ્તારમાં રહેતા જેન્તીભાઈ વાલજીભાઈ પરમાર નામના શખ્સ સામે આઈ.પી.સી. કલમ 428 મુજબ ગુનો નોંધી, તેની ધરપકડ કરી હતી.

- Advertisement -

આ બળદ દ્વારા અવારનવાર તેમના ખેતરમાં ઘૂસી આવીને નુકસાન કરવામાં આવતુ હોવાની કેફિયત જેન્તી પરમારે પોલીસ સમક્ષ વર્ણવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular