દ્વારકા તાલુકાના નવી ધ્રેવાડ ગામે એલ.સી.બી. પોલીસે દરોડો પાડી, જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા સામરાભા જોધાભા માણેક, ભુટાભા જોધાભા માણેક, ભીખુભા રૂખડભા માણેક, અમરસંગભા ગગુભા માણેક, દેવાભા ભીખાભા માણેક, મેઘાભા સામરાભા માણેક અને નવુભા બાલુભા માણેક નામના ચાર શખ્સોને ઝડપી લઈ, રૂપિયા 12,050 રોકડા તથા રૂપિયા બાર હજારની કિંમતના મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 24,050 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.