જામનગર તાલુકાના સીક્કામાં આવેલી રિલાયન્સ કંપનીના એમટીએફ વિભાગમાંથી અજાણ્યા શખ્સોએ બે સપ્તાહ દરમિયાન રૂા.1.80 લાખની કિંમતનો આશરે 300 કિલો જેટલો કોપર વાયર ચોરી કરી ગયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કામાં આવેલી રિલાયન્સ કંપનીના એમટીએફ વિભાગના સલ્ફર યાર્ડમાં સિકયોરિટી તરીકે ફરજ બજાવતા મુકેશપુરી ગોસ્વામી એ નોંધાવેલી ફરિયાદની વિગત મુજબ, આ સલ્ફર યાર્ડમાંથી છેલ્લાં બે સપ્તાહ દરમિયાન અજાણ્યા શખ્સોએ રૂા.1.80 લાખની કિંમતના 300 કિલો જેટલો કોપર વાયર ચોરી કરી ગયા હતાં અને આ અંગેની જાણ કરતા પીએસઆઈ જે.ડી પરમાર તથા સ્ટાફ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ કોપર વાયર ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.