જામનગરના જેસીઆર દ્વારા આઇપીએલ જેવી જ જેપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ ક્રિકેટ મેદાન ઉપર યોજાનાર આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 32 ટીમોએ ભાગ લીધો છે અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે.
આ ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને આકર્ષક ટ્રોફી અને એવોર્ડ ફાળવવામાં આવશે તેમજ આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આગામી તા. 7 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવનાર છ.ે ક્રિકેટના શોખીનો માટે આ પેવેલીયનમાં નિ:શૂલ્ક એન્ટ્રી રાખવામાં આવી છે.
જામનગરના વતની અને અમદાવાદ સ્થાયી થયેલા ઇલેશભાઇ ભદ્રા અને મનનભાઇ ભદ્રા દ્વારા શહેરીજનો માટેખિાસ નવુ નજરાણાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર જેસીઆર દ્વારા આઇપીએલની જેમ જ જામનગર પ્રિમીમય લીગ (જેપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ઠેબા ચોકડી પાસે એક ખાસ અદ્યતન સ્ટેડીયમ તૈયાર કરવામાં આવ્યું છે અને આ અદ્યતન સ્ટેડીયમમાં ક્રિકેટ રશીયાઓ માટે 20-20ની જેમ 10-10 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ જેપીએલમાં અત્યાર સુધીમાં 32 ક્રિકેટ ટીમોએ ભાગ લઇ રહી છે અને હજૂ પણ વધુ ટીમોની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કાર્યરત રાખવામાં આવી છે.
અન્ય મોટા શહેરો જેવા જ આધુનિક તૈયાર કરવામાં આવેલા ક્રિકેટ સ્ટેડીયમમાં રમાનાર મેચો અંગે જેસીઆરના મેનેજર અરવિંદભાઇએ જણાવ્યું હતું કે, આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દરરોજ ત્રણ ટીમ વચ્ચે મેચ રમાડવામાં આવશે. જેમાં દરરોજ ચાર ટીમને બોલાવવામાં આવશે અને એક ટીમ ક્વાર્ટર ફાઇનલ માટે ફાળવવામાં આવશે. 10-10 ઓવરની આ મેચ સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી યોજવામાં આવશે અને આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આગામી તા. 7 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવશે.
જેસીઆર દ્વારા કરાયેલા આ આયોજન માટે જામનગરના રણજી ટ્રોફીના જાણીતા ક્રિકેટર અને રવિન્દ્ર જાડેજાના ગુરુ એવા બાલક્રિષ્નસિંહ જાડેજાને તમામ જવાબદારી સંભાળી રહ્યાં છે. તેઓએ જણાવ્યું હતું કે, આ અદ્યતન સ્ટેડીયમમા આઇપીએલ જેવી જ ક્રિકેટ મેચ રમાડવામાં આવશે અને તેઓનો 110 સદસ્યો ધરાવતા વિશાળ ગ્રુપ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ નિહાળવા આવનાર ક્રિકેટ રસિકો માટે નિ:શૂલ્ક એન્ટ્રી રાખવામાં આવી છે. તેમજ સ્ટેડીયમમાં દર્શકો માટે બેઠકની અને પાણીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં જોડાવવા માટે યુવા ક્રિકેટરોની ટીમ દ્વારા ભારે ઉત્સાહ દર્શાવવામાં આવી રહ્યો છે.