જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં રહેતાં વેપારી વૃધ્ધે અગમ્યકારણોસર જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં રહેતાં દેવશીભાઈ ચનાભાઈ વાઘેલા (ઉ.વ.65) નામના વૃદ્ધ વેપારીએ સોમવારે વહેલીસવારના સમયે દુકાનના પીઢીયામાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે વશરામભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.એસ. પાંડોર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.