Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર પોલીસ દ્વારા શાંતિ અને સલામતિ માટે ફૂટ પેટ્રોલિંગ

જામનગર પોલીસ દ્વારા શાંતિ અને સલામતિ માટે ફૂટ પેટ્રોલિંગ

શંકરટેકરી વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

તાજેતરમાં ધંધુકામાં યુવાનની હત્યા કરવામાં આવી હતી. જેનો સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ત્યારે જામનગર શહેરને પણ પોલીસ દ્વારા આ ઘટનાને લઇ સલામતી દાખવવામાં આવી રહી છે અને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

- Advertisement -

ગઈકાલે જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં પોલીસ દ્વારા હિન્દુ-મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જામનગર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા લોકોને ઉશ્કેરણીજનક કે ધાર્મિક લાગણી ન દુભાઈ એવી પોસ્ટ સોશિયલ મીડિયામાં કે કોઇપણ જગ્યાએ શેર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે. ત્યારે જામનગરમાં શાંતિ અને સલામતિ જળવાઈ તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક સાથે ફૂટ પેટ્રોલીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular