Monday, December 23, 2024
Homeરાજ્યજામજોધપુરના મોરઝર નજીક કારે હડફેટે લેતા બાઈકસવારનું મોત

જામજોધપુરના મોરઝર નજીક કારે હડફેટે લેતા બાઈકસવારનું મોત

ગંભીર ઈજા પહોંચતા યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ : પાછળ બેસેલા યુવાનને ઈજા : નાશી ગયેલા કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ

- Advertisement -

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના પાટીયાથી ત્રણ પાટીયા તરફ જવાના માર્ગ પર મોરઝર ગામના પાટીયા પાસે પૂરઝડપે બેફીકરાઇથી આવતી સ્વીફટ કારે બાઈકને હડફેટે લેતા યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા યુવાનને માથામાં અને પગમાં ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ પોલીસે નાશી ગયેલા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના બબરજર ગામમાં રહેતાં કરશનભાઈ બીજલભાઈ રાણગા નામના યુવાન સોમવારે વહેલીસવારના 7 વાગ્યાના અરસામાં તેના જીજે-10-સીપી-4912 નંબરના બાઈક પર જતા હતાં ત્યારે જામજોધપુર તાલુકાના મોટી ગોપના પાટીયાથી ત્રણ પાટીયા તરફ જવાના માર્ગ પર આવેલા મોરઝર ગામના પાટીયા નજીક પહોંચ્યા ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-12-બીએફ-2816 નંબરની સ્વીફટ કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા ગમખ્વાર અકસ્માતમાં બાઈકસવાર કરશનભાઈને મોઢા ઉપર તથા પગમાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. જયારે પાછળ બેેસેલા દિલીપભાઈને માથામાં અને પગમાં ઈજા પહોંચી હતી.

બનાવ બાદ કારચાલક નાશી ગયો હતો. આ અંગેની મૃતકના ભાઈ આલાભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.પી. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular