Wednesday, April 9, 2025
Homeરાજ્યકચ્છના રણમાં આકાશમાં દેખાઈ એવી વસ્તુ કે સૌ કોઈ રોમાંચિત, VIDEO સામે...

કચ્છના રણમાં આકાશમાં દેખાઈ એવી વસ્તુ કે સૌ કોઈ રોમાંચિત, VIDEO સામે આવ્યો

શનિવારના રોજ આકાશમાં એક પ્રકાશિત ઉલ્કા દેખાઈ હતી. જેનાહી સૌં કોઈ રોમાંચિત થઇ ઉઠ્યા છે. આકાશમાં દેખાયેલી ઉલ્કા ફાયર બોલ જેવી લાગતી હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા જગાવી છે. કચ્છમાં સફેદ રણમાં ચાલી રહેલા રણ ઉત્સવમાં આવેલા ગાંધીધામના પારેખ પરિવારને ખગોળવિદ નરેન્દ્ર ગોર આકાશ દર્શન કરાવી રહ્યા હતા ત્યારે અચાનક આકાશમાં ફાયરબોલ દેખાતા સૌ કોઈ લોકો આશ્ચર્યચકીત થયા હતા. કચ્છના સફેદ રણમાં ઊભી કરેલી ટેન્ટ સિટીના CCTV કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે.

- Advertisement -

ઉલ્કા ખૂબ ઊંચે અને પ્રકાશિત હોવાથી ફક્ત કચ્છના રણમાં નહીં પણ આસપાસના 300 થી 400 કિલોમીટરના પરિઘમાં લોકોએ નિહાળી હતી. ગોળશાસ્ત્રીઓને કોઈ પૂર્વ અનુમાન ન હોવાથી તેઓ પણ રોમાંચિત થઇ ઉઠ્યા હતા. 29મી જાન્યુઆરીએ 7:57 વાગ્યે આ ઘટના કેમેરામાં કેદ થઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular