Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઆદેશ્વર ભગવાનના નિર્વાણ કલ્યાણકની ઉજવણી

આદેશ્વર ભગવાનના નિર્વાણ કલ્યાણકની ઉજવણી

જામનગર શહેરની મધ્યમાં આવેલા ચાંદીબજાર વિસ્તારમાં શેઠજી દેરાસરમાં મુળનાયક ભગવાન આદિનાથદાદા છે. ગઇકાલે ભગવાન આદિનાથદાદાનું નિર્વાણ કલ્યાણક હતું. જે નિમિત્તે શેઠજી દેરાસરમાં સવારે 7 કલાકે વર્ધમાન શક્રસ્તવ અભિષેકની ઉછામણી બોલાઇ હતી. ભગવાનને અભિષેક સમયે ચંદન-કેશર, પુષ્પ-આભૂષણ પૂજા કરાઇ હતી.

- Advertisement -

સવારે સૂર્યોદય તથા સૂર્યાસ્ત સમયે દાદાને સામુહિક 108 પ્રદક્ષિણા આપવામાં આવી હતી. ત્યારબાદ રાત્રીના દાદાને ભવ્યાતિભવ્ય અંગરચના કરવામાં આવી હતી. સાંજે 7 થી 9:30 સુધી ભક્તિભાવના સંગીતકાર રોહનભાઇને જૈન-જૈનેતર ભાઇ-બહેનોને ભક્તિ રસતરબોળ કર્યા હતાં. ત્યારબાદ ભગવાનને આરતી-મંગળ દિવો કરવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular