મ્યુ. કમિશનર વિજયકુમાર ખરાડીએ આજે સવારે વામ્બે આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. આરોગ્ય અધિકારી ડો. ગૌરીને સાથે રાખી વામ્બે આરોગ્ય કેન્દ્રમાં ચાલતી રસિકરણની પ્રક્રિયા ઉપરાંત કોરોના ટેસ્ટીંગ તેમજ અન્ય આરોગ્ય સંબંધીત સેવાઓની ચકાસણી કરવામાં આવી હતી.
aavas
ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં આવતાં દર્દીઓ માટે પર્યાપ્ત વેક્સિન, ટેસ્ટીંગ કિટ, દવાઓ તેમજ અન્ય જરુરી સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ? તે અંગે જાણકારી મેળવી હતી. કમિશનરે આરોગ્ય કેન્દ્રના તબીબો અને કર્મચારીઓને જરુરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.