જામનગર શહેરના નવાગામ ઘેડમાં 20-20 ક્રિકેટ મેચમાં રનફેરના સોદા કરી ડબ્બો ચલાવતા શખ્સને પોલીસે રૂા.5810 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં જાહેરમાં મોબાઇલ ઉપર ઓસ્ટ્રેલિયામાં રમાતી બીગબેસ લીગ 2021-22 ની પર્થ સ્કોચર્સ અને સીડની સિકસર્સ વચ્ચેની મેચના સ્કોર ઉપર રનફેરનો જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન નસીર દોસમામદ જોખિયા નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.810 ની રોકડ રકમ અને પાંચ હજારની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.5810 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા નસીર 95120 31896 નંબરના મોબાઇલ ધારક પાસે કપાત કરાવતો હોવાનું જણાવતા પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.