જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલી ઓફિસમાં દારૂની મહેફીલ માણતા વેપારી સહિત બે શખ્સોને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9 માં આવેલી ઓમકાર કોર્પોરેશન નામની ઓફિસમાં શુક્રવારે રાત્રિના સમયે દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીના આધારે સીટી બી ડીવીઝન પોલીસે રેઇડ દરમિયાન મિતલ મુકેશ મોદી અને રાજેશ ધીરુભાઈ વાળા નામના બે શખ્સોને 250 મીલી ઈંગ્લીશ દારૂ અને કાચના બે ગ્લાસ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.