રેલ્વેની બીનટેકનીકલ લોકપ્રિય સંવર્ગની ભરતી પરીક્ષામાં ઘાલમેલના આરોપમાં વિદ્યાર્થીઓનું આંદોલન વેગ પકડી રહ્યુ છે. આંદોલનના પાંચમા દિવસે આજે બિહાર બંધનું એલાન આપવામાં આવ્યુ છે. જેને અનેક છાત્ર સંગઠનો અને મહાગઠબંધનના ઘટક દળો સહિત વિપક્ષોએ સમર્થન આપ્યુ છે. એનડીએમા સામેલ ભાજપને બાદ કરતા બધા પક્ષો બંધના સમર્થકો સાથે છે. આજે દેખાવકારોએ ઠેર ઠેર ચક્કાજામ કર્યા છે. અત્યાર સુધીમાં પટણા, દરભંગા, વૈશાલી, સમસ્તીપુર સહિત અનેક સ્થળોએ ચક્કાજામના અહેવાલો મળ્યા છે. દરભંગામાં ટ્રેનો પણ રોકવામાં આવી છે. આ દરમિયાન છાત્રોને ભડકાવવાના આરોપીત ઘટનાના ખાનસરે છાત્રોને આંદોલનમાં સામેલ નહી થવાની અપીલ કરી છે. બંધને જોતા સમગ્ર રાજ્ય પોલીસ એલર્ટ પર છે.
પટણામાં આજે સવારથી દુકાનો, વાહનોની અવરજવર બંધ છે. રસ્તા ઉપર બંધના સમર્થકો જોવા મળી રહ્યા છે. અમુક વિસ્તારોમાં આગજનીના અહેવાલો પણ મળી રહ્યા છે. પટણાના છપરા પાસે આરજેડી સમર્થકોએ બાયપાસ જામ કરી દીધો છે. બિહાર બંધની અસર હવે ટ્રેનો પર પણ પડવા લાગી છે. દરભંગામાં આંદોલનકારીઓએ ટ્રેન રોકી દેખાવો કર્યા છે. પટણામાં જન અધિકાર પાર્ટીના કાર્યકરો પણ વિદ્યાર્થીઓની સાથે જોવા મળી રહ્યા છે. ગયામાં બિહાર બંધના એલાનની અસર જોવા મળતી નથી. આ સિવાયના શહેરોમાં બંધની અસર જોવા મળી રહી છે. આજે વિદ્યાર્થીઓએ અનેક સ્થળોએ ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બિહારમાં આરઆરબી-એનટીપીસી પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ ચાલુ છે. બિહારમાં આજે વિદ્યાર્થીઓએ બંધનું એલાન આપ્યું છે. તેને અનેક રાજકીય પક્ષોએ પણ સમર્થન આપ્યું છે. આરજેડી, જન અધિકાર પાટી, હિન્દુસ્તાની અવમ મોરચા અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીએ સમર્થન આપ્યું છે. પટનામાં શુક્રવારે સવારથી જ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ આરઆરબી-એનટીપીસી સીબીટી અને ગ્રુપ ર સીબીટી-1 ની પરીક્ષામાં ગેરરીતિનો આરોપ લગાવીને વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની માંગ છે કે શિક્ષકો સામેની 112 પાછી ખેંચી લેવામાં આવે. આ બધાની વચ્ચે ખાન સાહેબે એક વીડિયો જારી કરીને વિદ્યાર્થીઓને આ વિરોધમાં ભાગ ન લેવાની અપીલ કરી છે. બિહારમાં બંધ દરમિયાન મોડી રાતથી વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પટનામાં 41 31 પર વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું. જે બાદ ટ્રાફિક જામ થઈ ગયો હતો.