Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતબુટલેગરે જાહેરમાં પોલીસકર્મીને દોડાવીને હથોડા વડે હુમલો કર્યો, જુઓ VIDEO

બુટલેગરે જાહેરમાં પોલીસકર્મીને દોડાવીને હથોડા વડે હુમલો કર્યો, જુઓ VIDEO

અમદાવાદમાં પોલીસ જ સુરક્ષિત નથી તેવી ઘટના સામે આવી છે. બુટલેગરે જાહેરમાં પોલીસકર્મીને દોડાવી ગાળો આપીને માર માર્યો હતો. આરોપીને પકડવા ગયેલા પોલીસકર્મીઓ પર સ્થાનિક બુટલેગરે હુમલો કર્યો છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી અને નરોડામાં ફરજ બજાવતા પોલીસકર્મીને માર મારવામાં આવતા ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વિડીઓ પણ સામે આવ્યો છે.

- Advertisement -

નરોડામાં ફરજ બજાવતા સુરેશભાઈ અને નવરંગપુરામાં ફરજ બજાવતા રુદ્રદતસિંહ નામના બે પોલીસકર્મીઓ પ્રોહીબીશનના આરોપીને પકડવા ગયા હતા જ્યાં બૂટલેગર અનિલ સોલંકી અને સંજય સોલંકીએ અન્ય શખ્સો સાથે મળી પોલીસને હથોડા વડે માર માર્યો હતો. પોલીસકર્મીઓ ભાગી રહ્યા હતા અને સ્કુટરમાં બેસી ગયા છતાં પણ તેમણે દોડાવી દોડાવીને બુટલેગરોએ માર મારતા સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular