Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકાર અને સ્કૂટર વચ્ચે અકસ્માતમાં જોગવડનું દંપતી ઇજાગ્રસ્ત

કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માતમાં જોગવડનું દંપતી ઇજાગ્રસ્ત

- Advertisement -

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર જીએસએફસી ગેઇટ નજીક પુરપાટ વેગે આવી રહેલ એક કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતાં સ્કૂટર સવાર જોગવડના દંપતીને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા કાર ચાલક સામે ગુનો નોંધી કારચાલકની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ પાટીયા પાસે રહેતાં કરશનભાઇ માવજીભાઇ ભદ્રા(ઉ.વ.57) નામના પ્રૌઢ મંગળવારના રોજ પોતાના પત્ની કાન્તાબેન સાથે સ્કૂટર ઉપર પોતાના ઘરેથી જામનગર તરફ જઇ રહ્યા હતાં. જે દરમ્યાન જીએસએસસી ગેઇટ પાસે પહોંચતા જામનગર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી જીજે.03.એફકે.7930 નંબરની કારના ચાલકે સ્કૂટરને ઠોકર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં સ્કૂટર સવાર દંપતીને નાની-મોટી ઇજા પહોંચી હતી. દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માતની પોલીસને જાણ થતાં મેઘપર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ પહોંચ્યો હતો અને અકસ્માતમાં ઇજા પામનાર ફરીયાદી કરશનભાઇની ફરિયાદના આધારે મેઘપર પોલીસ સ્ટેશનના હેકો. વી.સી.જાડેજા એ અકસ્માત સર્જી ભાગી છૂટેલા કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular